તાજા સમાચાર

ભારતીય ટપાલ વિભાગના પાટણ ડિવિઝન દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનું ફિલાટેલી પ્રદર્શન ‘PATANPEX-2026’ નો રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુરના કન્વોકેશન હોલ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો.

‘A display of thoughtful collection of stamps and celebration of King of Hobbies’ થીમ સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની ટપાલ ટિકિટો, ઐતિહાસિક અને વિશિષ્ટ ફિલાટેલી સંગ્રહો રજૂ કરવામાં આવ્યા છે. ટપાલ ટિકિટોના માધ્યમથી ઇતિહાસ, સંસ્કૃતિ અને વિવિધ મહત્વપૂર્ણ પ્રસંગોની ઝલક રજૂ કરવામાં આવી છે. પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત સર્કલના હેડક્વાર્ટર રીજનના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ (IPoS) તથા સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી બળવંતસિંહ સી. રાજપૂત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ય, કોલેજ ના ડીન, સમાજસેવક શ્રી લાલજીભાઈ ડી. દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર