- 02 Sep, 2026
- 206
નાગપંચમી પર્વે એદલા ગામને વિકાસની નવી ભેટ, રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે નિર્મિત એપ્રોચ રોડનું લોકાર્પણ.
પવિત્ર નાગપંચમી પર્વ–૨૦૨૬ નિમિત્તે એદલા ગામ ખાતે શ્રી ગોગા મહારાજ તથા સિંકોતર માતાજીના મંદિર ખાતે પાવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એદલા ગામેથી પુંજાપુરા સુધીના ૧.૫૦ કિલોમીટર લાંબા એપ્રોચ રોડનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૧૪૦ લાખના ખર્ચે આ માર્ગનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
નવા માર્ગના નિર્માણથી એદલા સહિત આસપાસના ગામોના ગ્રામજનોને અવરજવર, ખેતીકામ તેમજ રોજિંદા જરૂરી કામકાજમાં સુવિધા મળશે. આ માર્ગ ગામો વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનાવવાની સાથે ગ્રામ્ય વિસ્તારના વિકાસને પણ વેગ આપશે.
આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી અજમલનાથજી સહિત શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી રણછોડભાઈ દેસાઈ, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી મોહનભાઈ પટેલ, શ્રી સોવનજી ઠાકોર, શ્રી રમેશભાઈ દેસાઈ (અબલુવા), શ્રી રમેશભાઈ દેસાઈ (મોરપા), શ્રી જલૂજી ઠાકોર, શ્રી બળદેવભાઈ દેસાઈ, શ્રી લખમણભાઈ દેસાઈ, શ્રી મહીપતસિંહ રાજપૂત, શ્રી ભાવેશભાઈ જોશી અને શ્રી જસુભાઈ પટેલ સહિતના આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નાગપંચમીના પાવન પર્વે શ્રદ્ધા, સેવા અને વિકાસના સંગમ સાથે એદલા ગામના વિકાસની યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું છે.










