તાજા સમાચાર

સિદ્ધપુર: સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રના કલ્યાણા ગામ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2 કરોડ 80 લાખના ખર્ચે સીસી રોડ તથા વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે બોક્સ કલવર્ટના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત માન. ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્યોના કારણે કલ્યાણા ગામના નાગરિકોને વધુ સુવિધાસભર અને સુગમ માર્ગવ્યવસ્થા ઉપલબ્ધ થશે. તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં મદદ મળશે. આ સાથે ગામના સર્વાંગી વિકાસને પણ વધુ વેગ મળવાની અપેક્ષા છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, સિદ્ધપુર વિધાનસભા ક્ષેત્રના દરેક ગામમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને અને વિકાસના લાભો અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“સુગમ માર્ગ... સુમેળ ગામ... વિકસિત સિદ્ધપુર...”

Share :

સંબંધિત સમાચાર