- 05 Oct, 2026
- 217
૩૭મા યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ – The UniYouthFest 2026’માં યુવા પ્રતિભાઓનો ઉત્સાહભેર ઉજવાયો હતો.
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત ૩૭મા યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ – The UniYouthFest 2026’ના કાર્યક્રમમાં સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ સી. રાજપૂત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી યુવા પ્રતિભાઓના ઉત્સાહ, સર્જનાત્મકતા અને કલાસાધનાનો આનંદ માણવામાં આવ્યો.
યુવા મહોત્સવ દરમિયાન વિવિધ કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી યુવાનોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં યુવા કલાકારો અને પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ પ્રસંગે જણાવાયું હતું કે, યુવાનોની પ્રતિભા માત્ર તેમની વ્યક્તિગત ઓળખ જ નહીં, પરંતુ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર છે. ‘કલ્પવૃક્ષ’ જેવા યુવા મહોત્સવો યુવાનોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, ટીમભાવના તેમજ ભારતની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
ભવ્ય આયોજન બદલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ યુવા મહોત્સવમાં ભાગ લેનાર તમામ યુવા પ્રતિભાગીઓને તેમની પ્રતિભા અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.










