તાજા સમાચાર

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના પ્રમુખ તથા સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે યુનિવર્સિટી કેમ્પસમાં પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફે ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની ટીમોએ ઉમંગ અને ઉત્સાહ સાથે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કેમ્પસમાં આનંદ અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટી પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો, કર્મ અને ધર્મના સંદેશને યાદ કરી સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Share :

સંબંધિત સમાચાર