તાજા સમાચાર

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન હંસાબા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા AICTE–VAANI અંતર્ગત આયોજિત બે દિવસીય સેમિનાર “Industry 5.0 Roadmap: Automation & Sustainability”નો પ્રથમ દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સેમિનારનું આયોજન યુનિવર્સિટીના પ્રમુખ શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી 70થી વધુ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ઇન્ડસ્ટ્રી 5.0, ઓટોમેશન, સસ્ટેનેબિલિટી, નવીનતા તથા ટેક્નોલોજીના બદલાતા પરિપ્રેક્ષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રથમ દિવસના વિવિધ સત્રોમાં શ્રી હરેશ સુથાર, ડૉ. રમણકુમાર, શ્રી ગુરપ્રીતસિંહ સૈની અને શ્રીમતી નિકિતા શર્મા દ્વારા વિવિધ વિષયો પર જ્ઞાનપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ Industry 5.0ના યુગમાં નવીન વિચારો, ટેક્નોલોજીકલ ઇનોવેશન, ઓટોમેશન, સસ્ટેનેબિલિટી તેમજ બૌદ્ધિક સંપદા અધિકારોના મહત્વ અંગે પ્રતિભાગીઓને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના કોઓર્ડિનેટર ડૉ. વિપુલકુમાર ડાભી તથા કો-કોઓર્ડિનેટર ડૉ. જતિન્દર કૌર દ્વારા સમગ્ર આયોજન અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિભાગીઓને Industry 5.0, Automation અને Sustainability અંગે નવીનતમ જ્ઞાન તથા વ્યવહારુ સમજ પૂરી પાડવાનો છે. પ્રથમ દિવસની સફળતા બાદ બીજા દિવસે પણ વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ સત્રો યોજાશે.
AICTE–VAANI અંતર્ગત આયોજિત આ સેમિનાર ટેક્નોલોજી, નવીનતા અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષણવિદોને નવી દિશા અને જ્ઞાન પ્રદાન કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહ્યો છે.

Share :

સંબંધિત સમાચાર