- 22 Aug, 2026
- 177
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આંતર-કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટ 2026–27નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સિદ્ધપુર, તા. 22 ઓગસ્ટ 2026: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ઇન્ટર-કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટ 2026–27નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની ટીમોએ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ રમતગમતની પ્રતિભા સાથે ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
ગર્લ્સ કેટેગરીમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફેકલ્ટી ઓફ હોમિયોપેથીએ પ્રથમ સ્થાન, ફેકલ્ટી ઓફ લો એ દ્વિતીય સ્થાન અને ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશનએ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
જ્યારે બોયઝ કેટેગરીમાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સે પ્રથમ સ્થાન, ફેકલ્ટી ઓફ હોમિયોપેથીએ દ્વિતીય સ્થાન અને ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ટુર્નામેન્ટ દરમિયાન યોજાયેલી વિવિધ મેચોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત કૌશલ્ય અને જીતનો જુસ્સો દર્શાવ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને રમતગમતની ભાવના જોવા મળી હતી.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ટીમ સ્પિરિટ, સ્વસ્થ સ્પર્ધા, શિસ્ત, ખેલદિલી અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ તમામ વિજેતા ટીમો તથા ભાગ લેનાર ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.










