- 06 Oct, 2026
- 190
ખેલ મહાકુંભ વર્ષ 2026-27 અંતર્ગત આયોજિત વ્યક્તિગત રમત સ્પર્ધામાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીએ ભાલાફેંક (Javelin Throw) સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
સિદ્ધપુર: ખેલ મહાકુંભ વર્ષ 2026-27 અંતર્ગત આયોજિત વ્યક્તિગત રમત સ્પર્ધામાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સંલગ્ન ગોકુલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીએ ભાલાફેંક (Javelin Throw) સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
નાગવાસણા પ્રાથમિક શાળા, મુકામે યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્ય અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરી 1st Rank પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ બદલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પરિવાર દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીની આ સફળતા પાછળની મહેનત, નિયમિત તાલીમ, રમત પ્રત્યેનું સમર્પણ અને આત્મવિશ્વાસ મહત્વપૂર્ણ રહ્યા છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.
આ સિદ્ધિએ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અને ગોકુલ આર્ટ્સ કોલેજનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. યુનિવર્સિટી પરિવાર દ્વારા વિદ્યાર્થીના ઉજ્જવળ રમતગમત ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.










