સોમવારે નીચલા સ્તરેથી સારી રિકવરી બાદ, બુધવારે નિફ્ટીમાં મજબૂત બાઉન્સબેક જોવા મળ્યો. વ્યાપક ખરીદીના કારણે બજાર 388 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયું. બજાર 321 પોઇન્ટના ગેપ-અપ સાથે ખુલ્યું હતું, ત્યારબાદ વધુ વધારો નોંધાયો અને પછી મોટા ભાગના સત્ર દરમિયાન રેન્જ-બાઉન્ડ સ્થિતિમાં રહ્યું.

ગત મહિને સતત લોવર ટોપ્સ અને લોવર બોટમ્સ બન્યા બાદ, નિફ્ટીએ સોમવારે 23555ના સ્તરે નવો હાયર બોટમ બનાવ્યો છે. આ બજારની ચાલ ઉપરની દિશામાં ટ્રેન્ડ રિવર્સલનું સંકેત આપે છે. 8 એપ્રિલે બનેલો મોટો ગેપ પાંચ સત્ર બાદ પણ આંશિક રીતે જ ભરાયો છે, જે પોઝિટિવ સંકેત છે.

ટૂંકા ગાળાનો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે. આગળ વધતા નિફ્ટીને 24500 અને 24800ના સ્તરે અવરોધ મળી શકે છે. જ્યારે તાત્કાલિક સપોર્ટ 24000 થી 23900ના સ્તરે માનવામાં આવે છે.

નાગરાજ શેટ્ટી
સિનિયર ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ, એચડીએફસી સિક્યોરિટીઝ

Share :

સંબંધિત સમાચાર