- 21 Apr, 2026
- 135
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોના સમર્થનમાં જંગી સભા યોજાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વામૈયા જિલ્લા પંચાયત સીટ તથા કિંબુવા તાલુકા પંચાયત સીટના ઉમેદવારોના પ્રચારાર્થે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉપસ્થિત રહી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ સાધ્યો અને ભાજપના વિકાસકાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી.
સભામાં જણાવાયું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સતત વિકાસકાર્યો થઈ રહ્યા છે અને તેનો લાભ દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. જેના પરિણામે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ભાજપાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે પ્રતિબદ્ધ દેખાઈ રહ્યા છે.
આ પ્રસંગે શ્રી ગીરીશભાઈ મોદી, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ પરમાર, ભાનુમતિબેન મકવાણા, રેવાભાઈ દેસાઈ, શ્રી બળદેવભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી કિશનભાઈ દેસાઈ, શ્રી ભાવેશભાઈ જોશી, શ્રી અશોકભાઈ જોશી, શ્રી શિવરામભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, ધારસંઘજી ઠાકોર (સરપંચ), શ્રી ભલાભાઈ પરમાર, તેમજ શ્રી રમેશભાઈ દેસાઈ (સરપંચશ્રી) સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
સભા દરમિયાન "#કમળ_ખીલશે_વિકાસ_જીતશે" ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું.










