- 21 Apr, 2026
- 146
દેથળી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોના પ્રચારાર્થે સભા યોજાઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નેદ્રા જિલ્લા પંચાયત સીટ તેમજ ચાર તાલુકા પંચાયત સીટના ઉમેદવારોના પ્રચારાર્થે દેથળી ખાતે એક મહત્વપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉપસ્થિત રહી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ સાધ્યો અને મતદાતાઓ સુધી પહોંચવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી.
સભા દરમિયાન જણાવાયું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સતત વિકાસકાર્યો થઈ રહ્યા છે અને તેનો લાભ દેશના દરેક નાગરિક સુધી પહોંચ્યો છે. જેના કારણે મતદાતાઓમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને તેઓ ભાજપાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
આ પ્રસંગે શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી સત્યમભાઈ કુલાબકર, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી અભુજી ઠાકોર, શ્રી ગોપાલજી રાજપૂત, શ્રી અર્જુનભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી વિક્રમસિંહ ઠાકોર તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.










