- 20 Apr, 2026
- 122
અમરપુરામાં ભાજપની સભા યોજાઈ, જંગી જીત અને વિકાસના વિશ્વાસ સાથે જનસંપર્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરપુરા ખાતે મેસર જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલય ખાતે સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
સભા દરમિયાન જનતા જનાર્દનના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર વિકાસની નવી ગાથા લખશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં અવિરતપણે થયેલા વિકાસકાર્યોના લાભ જન-જન સુધી પહોંચ્યા હોવાની ચર્ચા કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં મતદાતાઓ ભાજપાને જંગી બહુમતીથી વિજયી બનાવવા ઉત્સાહિત જોવા મળ્યા હતા.
આ પ્રસંગે નંદાજી ઠાકોર, ગીરીશભાઈ મોદી, પ્રદાનજી ઠાકોર, રમેશભાઈ દેસાઈ (મહામંત્રી), રમેશભાઈ દેસાઈ, અશોકભાઈ પટેલ, આશાબેન પટેલ, માતમજી ઠાકોર, જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રહલાદજી ઠાકોર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો રાહુલજી ઠાકોર, પશ્મિનબેન, શિલ્પાબેન પટેલ, નવઘણભાઈ વાલ્મિકી, પ્રહલાદજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.










