- 20 Apr, 2026
- 131
સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે ભાજપની સભા, સિદ્ધપુરના વોર્ડોમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા
સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર 3, 4 અને 5 માટે આયોજિત સભામાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈને ચૂંટણીલક્ષી આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને સુવ્યવસ્થિત આયોજન સાથે મતદાતાઓ સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૌશલભાઈ જોશી, મિહિરભાઈ, વિષ્ણુભાઈ પટેલ, નિરંજનભાઈ ઠાકર, રશ્મિનભાઈ દવે, પ્રજ્ઞાબેન ઠાકર, સુષ્માબેન રાવલ, વિનુભાઈ પટેલ, ધીમંતભાઈ તેમજ વિવિધ સમાજના આગેવાનો, યુવા મોરચાના પ્રમુખ અને ઉમેદવારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










