સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ખોડાણા ગામ ખાતે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રહલાદજી ઠાકોર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી રાહુલજી ઠાકોરને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભાજપના શાસનમાં ગામડાંઓમાં થઈ રહેલા અવિરત વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ગ્રામ્યજનો દ્વારા ભાજપના મજબૂત વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નંદાજી ઠાકોર, ગીરીશભાઈ મોદી, માતમજી ઠાકોર, રમેશભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, જસુભાઈ પટેલ, ભરતજી ઠાકોર તેમજ ગામના આગેવાનોમાં મયુરજી ઠાકોર, સોમાજી ઠાકોર, માનસિંહજી ઠાકોર, અજમલભાઈ દેસાઈ, અરવિંદજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

#કમળ_ખીલશે_વિકાસ_જીતશે

Share :

સંબંધિત સમાચાર