- 21 Apr, 2026
- 143
વોર્ડ નં. ૯માં ભાજપને પ્રચંડ જનસમર્થન, જંગી વિજય માટે આહવાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત વોર્ડ નંબર ૯માં યોજાયેલા પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓએ કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ભાજપને યશસ્વી વિજય અપાવવા માટે મતદાતાઓને આહવાન કરવામાં આવ્યું હતું.
પ્રચાર દરમિયાન સનનગર ખાતે આગેવાનો અને નાગરિકો સાથે બેઠક યોજાઈ, જેમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ અને વિકાસકાર્યો અંગે ચર્ચા કરવામાં આવી. ભાજપના શાસનમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને લોકોમાં પક્ષ પ્રત્યે વિશ્વાસ અને સમર્થન જોવા મળ્યું હતું.
આ પ્રસંગે શ્રી કૌશલભાઈ જોશી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મિહિરભાઈ પાધ્યા, શ્રી રાજેશભાઈ ચાવડા, શ્રી નરેશભાઈ સોલંકી, શ્રી કાંતિ કાકા, શ્રી જીવણભાઈ, શ્રી જયંતીભાઈ વાઘેલા, શ્રી ભાવેશભાઈ રાજગુરુ, શ્રી રતિલાલ બારોટ, શ્રી કિશોરભાઈ બારોટ, યુવા મોરચા પ્રમુખ, કાર્યકરો, ઉમેદવારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સભા દરમિયાન "#કમળ_ખીલશે_વિકાસ_જીતશે" ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભાજપમય બન્યું હતું.










