- 19 Apr, 2026
- 142
સિદ્ધપુરમાં પ્રજાપતિ સમાજનું ભવ્ય વિજય સંમેલન, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનો ચૂંટણીલક્ષી સંવાદ
“કમળ ખીલશે, વિકાસ જીતશે”ના નારા સાથે સિદ્ધપુર શહેરના પસવાદળની પોળ ખાતે પ્રજાપતિ સમાજની વાડીમાં નગરપાલિકા વોર્ડ નંબર ૩, ૪ અને ૫ માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુર્જર પ્રજાપતિ, સાચોરી પ્રજાપતિ અને થરાદરી પ્રજાપતિ સમાજનું ભવ્ય વિજય સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વોર્ડ નંબર ૪ અને ૫ના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે ચૂંટણીલક્ષી સંવાદ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિકાસના મુદ્દાઓ, સ્થાનિક સમસ્યાઓ અને આગામી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ દરમિયાન વિષ્ણુભાઈ પટેલ, કૌશલભાઈ જોશી, હેતલબેન પંચાલ, કરસનભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પ્રજાપતિ, ભલાભાઈ પ્રજાપતિ, ગજાભાઈ પ્રજાપતિ, રશ્મિનભાઈ દવે સહિત ઉમેદવારશ્રીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ એકજૂટ થઈ આગામી ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.










