- 18 Apr, 2026
- 125
ગોકુલ કાર્યાલય ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત દ્વારા સિદ્ધપુર નગરપાલિકાના ઉમેદવારોને માર્ગદર્શનઆપ્યું હતું.
ગોકુલ મધ્યસ્થ કાર્યાલય ખાતે સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માનનીય ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતસાહેબે ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કાર્યકરોને સંકલન, સક્રિયતા અને જનસંપર્ક વધારવા માટે માર્ગદર્શન આપ્યું અને જીત માટે એકતા સાથે કામ કરવાની સલાહ આપી.
આ પ્રસંગે શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી મનીષભાઈ શેઠ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના તમામ ઉમેદવારો, આગેવાનો, હોદ્દેદારો, યુવા મોરચા પ્રમુખ તેમજ શક્તિ કેન્દ્રના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.









