- 20 Apr, 2026
- 124
કાતરા ગામે ભાજપનો પ્રચાર તેજ, ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા આહવાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કાતરા ગામ ખાતે ઉપસ્થિત રહી ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રહલાદજી ઠાકોર તથા તાલુકા પંચાયતના ઉમેદવાર શિલ્પાબેનને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના શાસન હેઠળ થયેલા અવિરત વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપના મજબૂત વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગીરીશભાઈ મોદી, અશોકભાઈ પટેલ, મદારસિંહ (સરપંચશ્રી), ડેપ્યુટી સરપંચશ્રી, રમેશભાઈ દેસાઈ, દશરથજી રાજપૂત, જશીબેન, પી. કે. પટેલ, કાંતિભાઈ, આશાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.










