- 19 Apr, 2026
- 141
પંજાબ કિંગ્સનો તોફાની વિજય, લખનૌને 54 રને હરાવ્યું; પ્રિયાંશ આર્ય બન્યા મેન ઓફ ધ મેચ
પંજાબ કિંગ્સે અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 29મી મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે 54 રને ભવ્ય જીત મેળવી હતી.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા, પરંતુ જીત સુધી પહોંચી શક્યા નહોતા.
પંજાબની બેટિંગ લાઇનઅપે આક્રમક રમત દેખાડી અને બોલરો પર દબાણ જાળવી રાખ્યું. બીજી તરફ બોલિંગમાં પણ ટીમે યોગ્ય સમયે વિકેટ મેળવીને મેચ પર પકડ મજબૂત રાખી હતી.
આ શાનદાર પ્રદર્શન બદલ Priyansh Arya ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ જીત સાથે પંજાબ કિંગ્સે ટૂર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.










