- 20 Apr, 2026
- 136
મુંબઈ ઇન્ડિયન્સનો ગુજરાત ટાઇટન્સ પર 99 રનની ભવ્ય જીત, તિલક વર્મા બન્યા પ્લેયર ઓફ ધ મેચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 30મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે એ ગુજરાત ટાઇટન્સસામે 99 રનની ભવ્ય જીત મેળવી હતી.
મુંબઈ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 199/5 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 100 રનમાં 15.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈની ટીમ માટે તિલાક વર્મા એ શાનદાર પ્રદર્શન કરતાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. તેમના મહત્વપૂર્ણ યોગદાનથી ટીમે મજબૂત સ્કોર ઉભો કર્યો અને મેચ પર સંપૂર્ણ પકડ બનાવી.
આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે ટુર્નામેન્ટમાં પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે, જ્યારે ગુજરાત ટાઇટન્સને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.










