- 16 Apr, 2026
- 149
સરસ્વતી તાલુકામાં નાયતા જિલ્લા પંચાયત સીટ માટે ભવ્ય સંમેલન યોજાયું હતું.
સિદ્ધપુર વિધાનસભાના સરસ્વતી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘નાયતા જિલ્લા પંચાયત સીટ’ માટે ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનનીય ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ સાધ્યો હતો. તેમણે કાર્યકર્તાઓને એકજૂટ થઈ જંગી બહુમતીથી જીત હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત રમેશભાઈ સિંધવ, કે.સી. પટેલ, સંજયભાઈ પટેલ, નિલેશભાઈ રાજગોર, રમેશભાઈ દેસાઈ, ગીરીશભાઈ મોદી, બળદેવભાઈ દેસાઈ, રેવાભાઈ દેસાઈ અને ભાવેશભાઈ જોષી હાજર રહ્યા હતા.
તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર મહીપતસિંહ રાજપૂત અને તાલુકા પંચાયતના ઉમેદવાર અંતરબા રાજપૂત, પ્રધાનજી ઠાકોર, નિકિતાબેન પરમાર, રમેશજી ઠાકોર, ગોવિંદસિંહ દરબાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તમામ કાર્યકર્તાઓએ આવનારી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવવાનો સંકલ્પ કર્યો હતો.









