ગુજરાત સરકારશ્રીની છેવાડાના ગામડાના કોઈપણ નાગરિક પ્લોટ અને ઘર વિહોણો ન રહી જાય તે હેતુથી અમલમાં મૂકાયેલ મફત પ્લોટ આપવાની યોજનાના અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમમાં કાકોશી ગામના ૬૪ લાભાર્થીઓને મફત ગાળાના પ્લોટના હુકમ અને સનદ ‌માન. ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત સાહેબના હસ્તે આપવામાં આવ્યા હતા. આ સાથે વાઘરોલ ગામના ૩, મેત્રાણા ગામના ૨ તથા દેથળી ગામના ૩ લાભાર્થીઓને પણ હુકમ અને સનદ આપવામાં આવી, આમ કુલ ૭૨ લાભાર્થીઓને મફત ગાળાના પ્લોટના સનદ વિતરણ કરવામાં આવ્યા. સરકારશ્રીની આ લોકહિતકારી યોજનાથી પ્લોટ વિહોણા લાભાર્થીઓના કુટુંબોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે અને પોતાનું ઘર બનવાના સપના સાકાર થવા તરફ એક મોટું પગલું ભરાયું છે. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી‌, ‌ તાલુકા વિકાસ અધિકારીશ્રી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, ‌શ્રી દિલીપજી ઠાકોર, ‌નિકિતાબેન, ‌શ્રી મહેશભાઈ પરમાર, ‌ શ્રી હૈદરભાઇ, શ્રી જસુભાઈ પટેલ, ‌ શ્રી વિક્રમસિંહ ઠાકોર, ‌‌શ્રી જગદીશભાઈ પટેલ, ‌શ્રી શૈલેષભાઈ પટેલ, ‌શ્રી અભુજી ઠાકોર, ‌શ્રી ભૂપેન્દ્રસિંહ રાજપૂત તેમજ વિવિધ ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર