- 14 Apr, 2026
- 122
કોઇટા ગામમાં શ્રી નારસુંગા વીર મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત કોઇટા ગામના ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી નારસુંગા વીર મહારાજ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ-2026 ભવ્ય રીતે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પ્રસંગે ગામ અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સોરાબજી ઠાકોર, બેચરજી ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ, ભવાનજી ઠાકોર, જવાનજી ઠાકોર, જસુભાઈ પટેલ, રસિકભાઈ પંચાલ, કુંવરજી ઠાકોર, સુજાજી ઠાકોર, ભરતજી ઠાકોર, સુરેશજી ઠાકોર, નરેશજી ઠાકોર, લાલજી ઠાકોર, શ્રવણજી ઠાકોર સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.









