પાટણ લોકસભા દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સાંસદ ખેલ મહોત્સવ–2025નું ભવ્ય સમાપન APMC હોલ ખાતે યોજાયું. આ સમાપન કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા માનનીય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની હાજરીમાં સંપન્ન થયો.

કાર્યક્રમ દરમિયાન શ્રી ભરતસિંહ ડાભી, શ્રીમતી રમીલાબેન બારા, હેતલબેન ઠાકોર, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી કે.સી. પટેલ, હિરલબેન પરમાર, શ્રી મોહનભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ સહિત રમતગમત અધિકારી, શિક્ષણ અધિકારી તેમજ ભાજપ સંગઠનના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા. સાથે જ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ કાર્યક્રમને ગૌરવ વધાર્યું.

આ અવસરે વિવિધ રમતોમાં વિજેતા બનેલા ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલ મહોત્સવથી પાટણ જિલ્લામાં રમતગમત સંસ્કૃતિને નોંધપાત્ર વેગ મળ્યો હોવાનું વક્તાઓએ જણાવ્યું.

વક્તાઓએ કહ્યું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં પરંતુ શિસ્ત, ટીમભાવના અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “ખેલો ઈન્ડિયા” વિઝન અનુસાર આવા ખેલ મહોત્સવો યુવા શક્તિને સકારાત્મક અને પ્રેરણાદાયક દિશામાં આગળ ધપાવે છે.

Share :

સંબંધિત સમાચાર