- 14 Apr, 2026
- 135
વાગડોદમાં વામૈયા જિલ્લા પંચાયત સીટ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા.
વાગડોદ મુકામે “૩૦ – વામૈયા જિલ્લા પંચાયત સીટ” માટેના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય શુભ આરંભ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને પાટણ જિલ્લા પ્રભારી સત્યેનભાઈ કુલાબકરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા અને પક્ષની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે આજુબાજુના ગામોના સરપંચશ્રીઓનું સન્માન કરીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપના કાર્યકરો સાથે સંવાદ યોજાયો હતો, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારી “વામૈયા જિલ્લા પંચાયત” તેમજ તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજયી બને તે માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નંદાજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, ગીરીશભાઈ મોદી, મંગાજી ઠાકોર, ગોવિંદભાઈ માલધારી, વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ વામૈયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દક્ષાબેન પટેલ અને તાલુકા સીટના ઉમેદવાર ભુપેન્દ્રભાઈ દેસાઈ, આશાબેન દેસાઈ, શિલ્પાબેન દેસાઈ, લક્ષ્મીબા ઠાકોર, વક્તુબા ઠાકોર સહિત ગામના સરપંચશ્રીઓ, વરીષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









