શ્રી સિદ્ધપુર તાલુકા સિનિયર સિટિઝન સંગઠન, સિદ્ધપુર દ્વારા શ્રી વાલ્કેશ્વર મહાદેવ મંદિરના પરિસર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ તથા સંગઠનના ૪૮ સભ્યોની જન્મદિન ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકો સાથે આત્મીય સંવાદ અને સ્નેહસભર વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પ્રસંગે શ્રી પોપટલાલ ડોસાભાઈ પંચાલ, ડૉ. અશોકભાઈ એન. મોદી, શ્રી વિરેનકુમાર ચંદુલાલ ઠાકર, શ્રી ગણપતભાઈ લલ્લુરામ સુથાર, શ્રી પરસોત્તમભાઈ ભીખાભાઈ પંચાલ, શ્રી અમસ્તભારથી જે. ગોસ્વામી, ત્રિગુણાબેન નિતિનભાઈ દવે, ડૉ. નવિનચંદ્ર ડી. મોદી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કિરણભાઈ શાસ્ત્રી, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ સહિત સંગઠનના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Share :

સંબંધિત સમાચાર