- 03 Jan, 2026
- 62
સિદ્ધપુર નદી કિનારે ૪૦૦ મીટરનો રનિંગ ટ્રેક બનશે – માન. ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર શહેરના નદી કિનારે ૪૦૦ મીટર લાંબા આધુનિક રનિંગ ટ્રેકના નિર્માણની જાહેરાત માનનીય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ દ્વારા કરવામાં આવી છે. આ રનિંગ ટ્રેક બનવાથી સિધપુર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને આરોગ્ય અને કસરત માટે એક ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે.આ રનિંગ ટ્રેકનો વિશેષ લાભ પોલીસ, આર્મી તથા અન્ય સુરક્ષા દળોમાં ભરતી માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મળશે, જેથી તેઓ પોતાની દૈહિક ક્ષમતા અને ફિટનેસમાં વધારો કરી શકશે.નદી કિનારે રનિંગ ટ્રેકનું નિર્માણ થવાથી વિસ્તારના યુવાનોને રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહન મળશે તેમજ સિદ્ધપુર શહેરના વિકાસમાં પણ એક મહત્વપૂર્ણ ઉમેરો થશે.
આ પ્રસંગે શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કિરણભાઈ શાસ્ત્રી, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ તેમજ સંગઠનના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.










